Diwali 2025 : દિવાળીએ રાત્રે 8થી10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા, રાજ્યના ગૃહ વિભાગે કર્યો આદેશ
Continues below advertisement
દિવાળીના પર્વમાં રાજ્યના નાગરિકો રાતના 10 વાગ્યા સુધી જ ફોડી શકશે ફટાકડા. રાજ્યના ગૃહ વિભાગે દિવાળીના તહેવારોમાં રાત્રે આઠથી દસ એમ બે જ કલાક ફટાકડા ફોડવાનો આદેશ કર્યો છે.. જ્યારે ક્રિસમસ અને નૂતન વર્ષના દિવસે રાત્રે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના દિવસે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર વિરૂદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવાની રાજ્યના તમામ રેન્જ આઈજી જિલ્લા અને શહેર પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે.. એટલુ જ નહીં.. ફટાકડા ફોડવા સંબંધમાં સુપ્રીમ કોર્ટે આપેલ માર્ગદર્શક સુચનાઓનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રીન ક્રેકર્સના નામે પ્રતિબંધિત ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement