Gir Somnath submerged : ગીર સોમનાથમાં જળપ્રલય, ખેતરોના ખેતરો ડુબી ગયા, જુઓ આકાશી દ્રશ્યો
ચારેય તરફ જળપ્રલ...ખેતરોના ખેતરો ડુબી ગયા... કૃષિ પાકોની જુઓ જળસમાધી..જળપ્રલયથી ચારેય તરફ મચેલી તબાહીના આકાશી દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના છે.. 18 અને 19 ઓગસ્ટે સુત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર 15 ઈંચ વરસાદે જળપ્રલયના દ્રશ્યો સર્જી દીધા. ખાસ કરીને સુત્રાપાડાના કનેહર વિસ્તારના 500થી વધુ વિઘા કૃષિ જમીન બેટમાં ફેરવાય ગઈ છે.. વરસાદ રોકાયાના ત્રણ દિવસ વિત્યા છતા ખેતરો હજુ પણ પાણીથી લબાલબ ભરેલા છે.. ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી, સોયાબીન, જુવાર, મકાઈ સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.. સ્થિતિ એવી ઉત્પન થઈ છે કે ખેડૂતો ખેતરે પણ નથી જઈ શકતા. ખેડૂતોનો આરોપ છે કે દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.. પ્રશાસન તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. દર વર્ષે વરસાદી પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે. ખેડૂતોએ તો એવો પણ આરોપ લગાવ્યો કે અનેક વાર પ્રશાસનને રજૂઆત કર્યા છતા હજુ સુધી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.. વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.