Navsari Heavy Rain | ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ, ખરસાળ ગામ ફેરવાયું બેટમાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી જિલ્લામાં મેઘરાજા વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીના ગણદેવીમાં બે કલાકમાં સવા બે ઈંચ, નવસારી શહેરમાં દોઢ ઈંચ અને ચીખલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જલાલપોર તાલુકામાં આવેલ ખરસાળ ગામમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા ગામનો રસ્તો બંધ થયો છે. વીરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે પાણી ભરાયા છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં જતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ડ્રેનેજના અભાવે પાણી નિકાલની સમસ્યા છે. દર વરસાદે પાણી ભરાય છે અને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ છે.