Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ?, ક્યાં વરસ્યો સૌથી વધુ?

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 16 જુલાઇથી શરૂ થશે. 16 જુલાઇથી સારા વરસાદનો અનુમાન હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે 16 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં ક્યાં કટલો વરસાદ વરસયો ડેટા દ્રારા જાણીએ..

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં નોંધાયો વરસાદ (Rain)

છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો તો  છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો.  નવસારીના ખેરગામમાં સવા પાંચ ઈંચ, નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ,  વલસાડના પારડીમાં સાડા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ, નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ,વલસાડના વાપીમાં ચાર ઈંચ,વલસાડના ઉમરગામમાં પોણા ચાર ઈંચ, તાપીના વ્યારામાં સાડા ત્રણ ઈંચ,વલસાડના ધરમપુરમાં ત્રણ ઈંચ, તાપીના સોનગઢમાં પોણા ત્રણ ઈંચ, સુરતના મહુવામાં પોણા ત્રણ ઈંચ, પંચમહાલના મોરવાહડફમાં પોણા ત્રણ ઈંચ,તાપીના ડોલવણમાં અઢી ઈંચ,તાપીના વાલોડમાં અઢી ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં અઢી ઈંચ, સુરતના બારડોલીમાં અઢી ઈંચ, છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ,ડાંગના વઘઈમાં સવા બે ઈંચ,,વડોદરાના ડભોઈમાં સવા બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સુરતના ઉમરપાડામાં બે ઈંચ, ભાવનગરના ઉમરાળામાં બે ઈંચ, સુરતના પલસાણામાં બે ઈંચ, પંચમહાલના ગોધરામાં બે ઈંચ, ડાંગના સુબીર પોણા બે ઈંચ,તાપીના ઉચ્છલમાં પોણા બે ઈંચ, નવસારીના વાંસદામાં પોણા બે ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઈંચ,  ભરૂચના નેત્રંગમાં દોઢ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ,  પંચમહાલના હાલોલમાં દોઢ ઈંચ, ખેડા તાલુકામાં દોઢ ઈંચ,  વડોદરાના વાઘોડીયામાં દોઢ ઈંચ,  અમરેલીના બાબરામાં સવા ઈંચ,  અમરેલીના કુકાવાવમાં સવા ઈંચ, છોટા ઉદેપુરના સંખેડામાં સવા ઈંચ, પંચમહાલના જાંબુઘોડામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં એક ઈંચ,  દાહોદના લીમખેડામાં એક ઈંચ,  ગાંધીનગરના માણસામાં એક ઈંચ, જૂનાગઢના મેંદરડામાં એક ઈંચ,  ભરૂચના જંબુસરમાં એક ઈંચ,  અમરેલીના ધારીમાં એક ઈંચ,  ભઆવનગરના શિહોરમાં એક ઈંચ, ખેડાના મહેમદાવાદમાં એક ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 28.12 ટકા વરસાદ વરસ્યો.                                            

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram