નવસારીના વાંસદામાં 21 લોકોને ખોરાકી ઝેરની અસર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં  આવેલા પ્રતાપનગર મોટા ફળિયામાં 21 ઝાડા-ઊલટીના કેસો નોંધાયા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનીંગના કારણે ઝાડા-ઊલટીના કેસો નોંધાયાનું તારણ સામે આવ્યું છે. ગામમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 21 લોકોને પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી થતાં આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને અસરગ્રસ્ત વિસ્તારમાં રહી ઘરે-ઘરે ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola