Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. આગામી દિવસોમાં હજુ પશ્ચિમી વિક્ષેપની અને વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે... તેમણે ચોમાસા સુધીના ગુજરાતના વાતાવરણમાં થનારા ફેરફાર અંગે આગાહી કરી છે કે, 25થી 28મી માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળ વાયુ આવશે.. 8થી10 એપ્રિલમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે... એપ્રિલ માસમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા છે. 17મી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે. 20મી એપ્રિલથી જૂન 8 સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહે... 20 એપ્રિલથી 8મી જૂન સુધી ખતરનાક વાવાઝોડા બની શકે છે... ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છ... અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે.. 25મી મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે...ખેડૂતો માટે તેમનું અનુમાન છે કે આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે... 11મી મેથી 20મી જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી થઈ શકે... 5મી જુલાઈથી 20મી જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.... આ વખત અલનીનો શક્યતા હોવા છતાં ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ પહેલા ચોમાસુ સારું રહી શકે તેવુ અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.