તાપી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન ચૌધરીનું તમામ હોદ્દા પરથી રાજીનામું, જુઓ વીડિયો
તાપી જિલ્લા ભાજપમાં ભૂકંપ આવ્યો હતો. તાપી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન ચૌધરીએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. આદિવાસીઓના વિકાસ ફંડમાં જિલ્લા ભાજપના હોદ્દેદારોએ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. બિપિન ચૌધરીએ તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યની જવાબદારી નિભાવી હતી. રાજીનામાં મંત્રી તેમજ સાંસદના આશીર્વાદથી જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ અધિકારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.