Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત

Continues below advertisement

હિંમતનગરમાં હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, અમદાવાદ-ઉદેપુર નેશનલ 48 હાઈવે પર આવેલા હિંમતનગર GIDC ઓવરબ્રિજ પાસે અકસ્માતની આ ઘટના ગઇકાલે બની હતી. જેમાં ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં NHAIની કામગીરી ચાલી રહી હતી અને આ દરમિયાન ઓવરબ્રીજ પર ટ્રક અને રૉડ રૉલર વચ્ચે જોરદાર ટક્કર થઇ અને એન્જિનીયર સહિત ચાર લોકોના મોત થયા હતા. ખાસ વાત છે કે, આજે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે હિંમતનગર આવવાના હતા. આ પહેલા અકસ્માતની ઘટનાએ સવાલો ઉભા કર્યા છે. 

હિંમતનગરમાંથી પસાર થતો અમદાવાદ-ઉદેપુર નેશનલ 48 હાઈવે પર ગઇકાલે હિંમતનગર GIDC ઓવરબ્રિજ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી, જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. માહિતી મુજબ, આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી અને CM ભૂપેન્દ્ર પટેલ આ બ્રિજના કામનું નિરીક્ષણ કરવા આવવાના હતા, જેના પગલે NHAI દ્વારા રાત-દિવસ ઝડપી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી મંત્રીઓની મુલાકાત પહેલાં હાઈવેની તમામ ખામીઓ દૂર થઈ જાય. જેથી ગત મોડી રાત સુધી મજૂરો કામ કરી રહ્યા હતા. દરમિયાન આ કરુણ અકસ્માત સર્જાયો હતો. ઘટના મુજબ, હિંમતનગર ઓવરબ્રિજ પર રોડનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં રોડ રોલર પડેલું હતું, દરમિયાન બેફામ ચાલી આવતા એક ટ્રક ટ્રેલરે આ રોડ રોલરને અચાનક ટક્કર મારી હતી, જેથી રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતાં ચાર લોકોનું પ્રાણ પંખીરું ઘટનાસ્થળે જ ઊડી ગયું હતું. આ કરુણ ઘટનામાં ચાર લોકોના કરુણ મોત નીપજ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola