Gambling den busted : બોટાદમાં સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ !, સ્વામી સહિત 8 આરોપીની ધરપકડ
બોટાદના ગઢડા તાલુકાના જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગના એક રૂમમાં જુગાર રમાતો હોવાનો ખુલાસો કરી પોલીસે ગુનો નોંધ્યો છે...જન્માષ્ટમીની સાંજે મંદિરના જુના ઉતારા વિભાગના રૂમ નંબર 509માં દરોડો પાડી પોલીસે પાર્ષદ એવા હરિકૃષ્ણ વાઘ સહિત આઠ લોકોની જુગાર રમવાના આરોપમાં ધરપકડ કરી છે..1 લાખ 10 હજાર 850ની રોકડ રકમ સાથે ઝડપાયેલા આઠ આરોપીઓ પૈકી એક આરોપી હરિકૃષ્ણ વાઘ માત્ર 24 વર્ષનો છે, જેના પર આરોપ છે મંદિરના ઉતારાના રૂમની અંદર નાળ ઉઘરાવી બહારથી માણસો બોલાવી જુગાર રમવાનો. હરિકૃષ્ણ વાઘ ઉપરાંત જિજ્ઞેશ કાવઠિયા, રાજેશ સાવલિયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠિયા, પંકજ કાવઠિયા અને પૂર્વેશ જોગાણીની પોલીસે ધરપકડ કરી છે..જોકે, મોડી રાત્રે આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો..ચર્ચા એ વાતની છે કે, સંસારનો ત્યાગ કરવા નીકળેલો વ્યક્તિ આખરે કેવી રીતે રૂપિયા રાખે અને જુગાર રમે તેમજ રમાડે અને તે પણ ભગવાન સ્વામીનારાયણ ધામની પવિત્ર જગ્યા પર..જોકે, કોઈ પણ સેહ શરમ રાખ્યા વગર પોલીસે કરેલી કાર્યવાહીની લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે.