Gas Cylinder Price | કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, ઘરેલુ ગેસમાં શું કરાયા ફેરફાર?

Continues below advertisement

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. તેની સાથે હવે તેની અસર સામાન્ય લોકો પર પણ જોવા મળી રહી છે. આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત આજથી 1,691.50 રૂપિયા થઈ ગઈ છે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પહેલા થયો હતો ભાવમાં ઘટાડો
તમને જણાવી દઈએ કે, આ પહેલા 1 જુલાઈના રોજ વ્યવસાયો અને વ્યાપારી સાહસોને રાહત આપવા માટે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 1 જુલાઈએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત વધીને 1646 રૂપિયા થઈ ગઈ છે. 1 જૂનના રોજ, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 69.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે છૂટક વેચાણ કિંમત ઘટીને 1676 રૂપિયા થઈ ગઈ હતી. આ સિવાય 1 મે 2024ના રોજ સિલિન્ડર દીઠ 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram