Gujarat Rain Forecast | આગામી પાંચ દિવસને લઈને ફરી હવામાન વિભાગની મોટી આગાહી | Abp Asmita

Continues below advertisement

Gujarat Rain Forecast: હવામાન વિભાગે ફરી ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી
શકે છે. 


 Gujarat Rain Forecast:  હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ આજથી પાંચ દિવસ રાજ્યમાં ફરી મેઘરાજા  ધમાકેદાર બેટિંગ કરશે.  આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં તો કાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ (rain) વરસી શકે છે. આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું (rain) યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે. 


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં અતિભારે વરસાદનું  અનુમાન વ્યક્ત કર્યું છે.  બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ વરસી શકે છે.દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની અનુમાન  અંબાલાલ પટેલે વ્યક્ત કર્યુ છે.


 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram