Geniben Thakor | ગેનીબેને કેમ માગ્યા દારૂ વેચનારાના નામ અને નંબર? | ABP Asmita
Continues below advertisement
અંબાજીમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, અહીં ઘણી બધી રજૂઆતો અહીં આવી છે. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ અરજીઓ લીધી છે અને નોંધ પણ કરી છે... તમારો હક લેવા માટે તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તેનો ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કર્યા છે. તમારા ગામમાં કોઈ દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા હોય તો એનું નામ અને નંબર મને મોકલજો તમારું નામ ગુપ્ત રહેશે. અમે સર્વે કરીને લિસ્ટ બનાવવા માંગીએ છીએ અને હોમ ડિપાર્ટમેન્ટ ને આપીશું. કેટલાક મુદા સેન્સેટિવ છે જે અરજીઓ આવી છે તેનો અભ્યાસ કરીશું..સંકલન સમિતિમાં પણ ઉઠાવશું અને વિધાનસભા સુધી લઈ જઈશ. લોકસભાની ચૂંટણીમાં પણ તમે જોયું કે સામેના પક્ષે બધુ જ કર્યું પણ સત્યની જીત થઈ..હું દર પૂનમે અંબાજી બેસું અને તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવું એ માટેની વ્યવસ્થા કરીશું..
Continues below advertisement