Gir Somnath: વેરાવળના એસટી રોડ પર ફાયર સેફટી વગર ધમધમતા ક્લાસીસ સીલ કરવામાં આવ્યા

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં  સનરાઈઝ નામની ગેરકાયદેસર અને નિયમો વિરુદ્ધ ચાલતી પ્રાથમિક શાળાને તંત્ર એ શીલ કરી છે.અને સરકારી મંજૂરી ન મળે ત્યા સૂધી અહી શિક્ષણ કાર્ય બંધ કરવા આદેશ કર્યો છે..

વિગતે જો વાત કરીએ તો શિક્ષણનું સત્ર શરૂ થતા ની સાથે જ રાજ્યભર ની જેમ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે. ત્યારે પ્રભાસ પાટણમાં સનરાઈઝ નામની એક શાળા નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યરત હતી. જેમાં આ સ્થળની મંજૂરી વગર તેમજ શાળાના ઉપરના ભાગે કન્સ્ટ્રક્શન કામગીરી ચાલુ હોય આસપાસમાં ગંદી ગટરો હોય જેવા વિવિધ કારણોસર શિક્ષણ વિભાગે આ શાળાને સીલ કરી છે. સાથે તેમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5 ના બાળકોને શિક્ષણ કાર્ય ન બગડે તેવા હેતુથી નજીકની શાળાઓમાં પ્રવેશ આપવા પણ વ્યવસ્થા કરી છે. ગેરકાયદે ચાલતી શાળાને સીલ કરતા શિક્ષણ તંત્રમાં પણ સોંપો પડી ગયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola