Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક શ્વાન અને ત્રણ સિંહ વચ્ચે થયેલી જંગનો વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ..ઉનાના જુડ વડલી ગામે ત્રણ સિંહે એક શ્વાનનો શિકાર કરવાની કરી કોશિશ..શ્વાનની બહાદુરીના કારણે સિંહને ખાલી હાથે ફરવું પડ્યું પરત..
ત્રણ સિંહનો શ્વાને પ્રતિકાર કરવાનો વીડિયો વાયરલ થયો છે.. ગીર સોમનાથના ઉનાના જુડવડલી ગામ પાસેનો આ વીડિયો હોવાની ચર્ચા છે... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે.. રસ્તાની પાસે એક સાઈડ ત્રણ સિંહ છે.. તો સામે એક શ્વાન છે.. એટલે કે શ્વાન ત્રણ સિંહ સામે પ્રતિકાર કરી રહ્યો છે.. જો કે સિંહ અને શ્વાન રમત કરતા હોય તેવા દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા.. પરંતુ થોડીવાર બાદ ત્રણ સિંહ શ્વાનની પાછળ દોડે છે.. ત્યારે શ્વાન સિંહના હુમલાથી બચવાનો પ્રયાસ કરે છે.. જો કે રસ્તા પર વાહનોની અવરજવર હોવાથી બાદમાં સિંહની સામેથી શ્વાન ફરાર થઈ જાય છે..