
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Continues below advertisement
રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટા, જેતપુર અને ગોંડલમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ઉપલેટાના તલંગણા ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગામના લોકોનો દાવો છે કે 2 દિવસમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે. આસપાસના ગામોમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો. જૂનાગઢ રોડ, એમજી રોડ, ખોડપરામાં વરસાદ વરસ્યો છે.આ સાથે જ ચાંદનીચોક, નવાગઢ, દેસાઈ વાડી વિસ્તારમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
Continues below advertisement