ABP News

Godhara: નાયબ મામલતદાર અને પ્યુન એક લાખની લાંચ લેતા ઝડપાયા રંગે હાથે, ACBએ બન્નેને ઝડપ્યા

Continues below advertisement

 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિભાગના લાંચ લેતા અધિકારીઓ ઝડપાય છે. એવામાં ફરી પંચમહાલમાંથી નાયબ મામલતદાર અને પટાપાળો લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં નાલંદા સ્કુલ પાસે આવેલા કંપાઉન્ડમાં સફળ ટ્રેપ ગોઠવીને એસીબીએ લાંચીયા નાયબ મામલતદાર અને પટાવાળાને ઝડપી પાડ્યા છે.

રૂપિયા એક લાખની લાંચ લેતા ગોધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મોહમંદ નઈમ રાણાવડીયા અને પ્રાંત કચેરીના પટ્ટાવાળા ગણપત પટેલની એસીબીએ ધરપકડ કરી છે. ફરિયાદીએ તેમના ભાગીદારના નામે ખરીદેલી જમીનમાં કૌટુંબિક હક્ક કમી કરવાની અરજી કરી હતી. આ અરજી પર વાંધો આવતા કેસ પ્રાંત કચેરીમાં પહોંચ્યો હતો. આરોપી પાસે નાયબ મામલતદારે શરૂઆતમાં 2.50 લાખની માંગણી કરી હતી પછી લાંબી વાટાઘાટ બાદ 1 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. લુણાવાડા એસીબીના હાથે ઝડપાયેલા નાયબ મામલતદાર અને પટ્ટાવાળાને પુછપરછ માટે ગોધરા પ્રાંત કચેરી લાવવામાં આવ્યા હતા. ગોધરામાં એસીબીની ટ્રેપના પગલે સરકારી બાબુઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola