Godhara News । ચોમાસા પહેલા ગોધરા નગરપાલિકા એક્શનમાં

Godhara News । ચોમાસા પહેલા ગોધરા નગરપાલિકા એક્શનમાં 


ગોધરા નગરપાલિકા હદ વિસ્તાર માં આવેલ જર્જરિત અને જોખમી 26 જેટલાં જૂનાં મકાનો ઉતારી લેવા માટે ગોધરા નગરપાલિકા દ્વારા મિલ્કત માલિક ને નોટીસ પાઠવવામાં આવી છે શહેર ના મુખ્ય રસ્તાને અડીને આવેલ  ભય જનક મકાનો ચોમાસા દરમિયાન જોખમ રૂપ સાબિત થઈ શકે છે તેવામાં  પાલિકા દ્વારા પાઠવવામાં આવેલ નોટીસ ની અમલવારી થાય તેવી માગ ઉઠવા પામી છે ચોમાસા દરમિયાન અવાર નવાર જુના મકાનો પડવાની ઘટનાઓ ને ઘ્યાન માં લઇ જોખમી જર્જરિત મકાનો ચોમાસા પહેલાં ઉતારી લેવામાં આવે તે જરૂરી છે, નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવ્યા બાદ જર્જરિત મકાનો ઉતારવામાં આવે છે કે નહીં તેની  ખાતરી કરવામાં આવે તેવી માંગ વિરોધ પક્ષ નેતા દ્વારા કરવામાં આવી છે, આ તરફ જેતે મિલ્કત માલિક ને નોટિસ પાઠવવામાં આવી છે અને જો તેમનાં દ્વારા  સમયસર જર્જરિત મકાન ઉતારવામાં નહીં આવે તો તેમની સામે નિયમ અનુસાર આવશે તેવું નગરપાલિકા મુખ્ય એ જણાવ્યું

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola