અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોને લઈને સરકાર જાહેર કરી શકે છે ગાઈડલાઈન, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ વધતા મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ કોરોના ટેસ્ટ બાદ જ રાજ્યમાં પ્રવેશ આપવા અંગે વિચારણા કરી શકે છે. જેને લઈ સરકાર ગાઈડલાઈન જાહેર કરી શકે છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે કોવિડ 19નો નેગેટિવ રિપોર્ટ જરૂરી બનાવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.