કોરોનાના કારણે GPSCએ કેટલીક પરીક્ષાઓની તારીખમાં કર્યો ફેરફાર, જાણો કઇ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર?
રાજ્યમાં કોરોના (coronavirus) સંક્રમણ વધતા GPSCએ કુલ 10 જેટલી પરીક્ષાઓ (Exam) ની તારીખમાં ફેરફાર કર્યો છે. જીપીએસસીની વર્ગ-1, 2 અને 3ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે..જે મુજબ પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે. નાયબ મામલતદાર અથવા સેક્શન અધિકારીની પરીક્ષા 9 મેના રોજ યોજાશે. સિક્યુરિટી સુપર વાઈઝરની પરીક્ષા 23 મેના રોજ યોજાશે. જ્યારે મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ છ જૂનના રોજ લેવાશે.