ભાજપના નેતાઓ કોરોનાના નિયમો તોડે છે તે અંગે સવાલ કરાતા નીતિન પટેલે શું આપ્યો જવાબ?
રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થતો હોવાની સરકારે કબૂલાત કરી હતી. નાના મોટા શહેરો જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ વધશે. કોરોના સંક્રમણ અટકાવવા સરકાર સતત પ્રયત્ન કરતી હોવાનો નીતિન પટેલે દાવો કર્યો હતો. ભાજપના કાર્યકરો માસ્ક કેમ નથી પહેરતા તે અંગે નીતિન પટેલ પાસે કોઈ જવાબ નહીં. નાના શહેરોમાં કેટલાક લોકો માસ્ક ન પહેરતા હોવાનો નીતિન પટેલે દાવો કર્યો હતો.