દાહોદમાં GRD જવાન મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 10:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદ જિલ્લામાં બે GRD જવાનો પોતાના મિત્રો સાથે દારૂના નશામાં છાકટા બન્યા હતા. હાથમાં બિયરના ટીન લઈને ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં આ ડાન્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મહેફીલ માણનાર આ શખ્સોમાં બે લોકો દાહોદના સાગટાળા પોલીસ સ્ટેશનના GRD જવાન પ્રેમસિંહ વડેલ અને શૈલેષ નાયક છે. આ મહેફીલનો વીડિયો વાયરલ થતાં પોલીસે 10 જેટલા જવાનો સામે ફરિયાદ નોંધી બે GRD જવાનની અટકાયત કરી હતી.