Vikram Thakor Controversy : શું એકલા ઠાકોર સમાજ સાથે ભેદ થયો? જુઓ વિક્રમ ઠાકોરનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ

Continues below advertisement

Vikram Thakor Controversy : શું એકલા ઠાકોર સમાજ સાથે ભેદ થયો? જુઓ વિક્રમ ઠાકોરનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ

Alpesh Thakor Supports to Vikram Thakor: ગઇ 10 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં કલાકારોના સન્માનનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ઠાકોર સમાજના કલાકારોને ઇગ્નૉર કરવામાં આવ્યા હતા, જેને લઇને વિવાદ થયો હતો. આ મુદ્દે ઠાકોર સમાજ અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો અને સરકાર સામે પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ એન્ટ્રી મારી હતી, ભાજપ નેતાને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે કલાકાર વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યુ છે. તેમને સરકાર અને વિક્રમ ઠાકોર-કલાકારોના વિવાદ માટે અણવર બનવાની તૈયારી દર્શાવી છે. 

છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ચાલી રહેલા કલાકારોના વિવાદ પર મહત્વનું અપડેટ સામે આવ્યું છે. વિધાનસભામાં કલાકારોના સ્વાગત સન્માનનો વિવાદ વધુ વકર્યો છે, હવે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે સમગ્ર વિવાદ અંગે જણાવ્યું કે, સરકાર કલાકારોની સાથે છે, જો કોઇ કલાકારોને અન્યાય થયો હોય તો હું તેમના તરફથી અણવર બનવા તૈયાર છું. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, કલાકારોને બોલાવવાનું પૂર્વ આયોજીત ના હતું, અમે વિક્રમ ઠાકોર સાથે સતત સંપર્કમાં છીએ, સરકાર કલાકારોની સાથે જ છે, જે કલાકાર આવ્યા હતા તે ખ્યાતનામ અને ગુજરાતનું રત્ન છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ સમગ્ર વિવાદ અને મુદ્દા પર સરકાર સાથે ચર્ચા કરીશું અને કલાકારોને સન્માન મળશે, અન્યાય કોઈ કલાકાર ને થયો હશે તો તેમના તરફથી અણવર બનવા તૈયાર છું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કેટલાક કલાકારો લૉબિંગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ થોડા સમય પહેલા વિવાદનો અલ્પેશ ઠાકોરે ઉલ્લેખ કર્યો હતો. કોઈનો પૉલિટીકલ હાથો ના બને અને તેમની સાથે સંવાદ કરી રહ્યા છીએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola