Gujarat ATS : પોરબંદરમાંથી ઝડપાયો દેશનો દુશ્મન, પાકિસ્તાની જાસૂસની ગુજરાત ATSએ કરી ધરપકડ

Continues below advertisement

ગુજરાત ATS એ એક જાસૂસની ધરપકડ કરી છે. પોરબંદરથી એક યુવકની ધરપકડ કરી છે. યુવક ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. જાસૂસની ધરપકડ બાદ ATS એ વધુ પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાત ats પાકિસ્તાનની જાસૂસી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોરબંદરનો યુવક પંકજ કોટિયા પાકિસ્તાનને માહિતી આપતો હતો. પંકજ whatsapp મારફતે રિયા નામની પાકિસ્તાની છોકરી સાથે વાત કરતો હતો. કોસ્ટ ગાર્ડના શિપની માહિતી આપતો હતો. 11 વાર બેન્ક ખાતામાં રૂ.26000 રકમ આવી હતી. આરોપી પંકજ કોટિયા તમાકુના કારખાનામાં નોકરી કરતો હતો. છોકરીએ પોતે પાકિસ્તાનની નેવી કર્મી તરીકે ઓળખ આપી છતાં માહિતી આપતો હતો. કોસ્ટ ગાર્ડ શિપની અને ડોક યાર્ડની માહિતી આપતો હતો. Whats aap મારફતે બંને વાત કરતા હતા. પંકજ શિપના નામ અને લોકેશન મોકલતો હતો. Whats aap માં વોઇસ મેસેજ દ્વારા વાત કરતા હતા. ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યા હતા. Sim કાર્ડ પંકજ નામે રાજીસ્ટર ન હતો. અન્ય વ્યક્તિ નામે હતો, વધુ તપાસ શરૂ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram