Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
રાજકોટ મોરબી હાઈવે પરની અહીંયા પણ એબીપી અસ્મિતાએ નઘરોળ પ્રશાસનને જગાડવા માટે રિયાલિટી ચેક કર્યું છે.. દ્રશ્યો વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસના છે જ્યાં બીડી ગામ નજીક હાઈવે પર ઠેક ઠેકાણે રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે. હાઈવે પર રખડતા ઢોરના કારણે અકસ્માતની અનેક ઘટનાઓ બની ચુકી છે. પશુ માલિકો રાત્રિ દરમિયાન પોતાના માલ ઢોરને રઝડતા મૂકી દેતા હોય છે જેના કારણે અકસમાતનો ખતરો વધી જતો હોય છે. ટોલ વસૂલવામાં નંબર વન હાઈવે ઓથોરિટી રસ્તા પરથી રખડતા ઢોર ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ છે. હવે સવાલ એ છે કે ક્યારે ગુજરાત રખડતા ઢોર મુક્ત થશે?