ફ્રન્ટલાઇન કોરોના વોરિયરના રસીકરણમાં ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય
Continues below advertisement
ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ (corona warriors)નું રસીકરણ કરવામાં દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. 23 માર્ચ 2021 સુધી રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના 42 લાખથી વધુ વડીલોએ વેક્સિન (corona vaccine) લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani)એ ટ્વીટ કરી રસીકરણને લઈ લોકોની જાગૃતતા વખાણ કર્યા..સાથે જ તેમને કહ્યું કે કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે. વેક્સિન લેવામાં જરાય વિલંબ ન કરીએ. રાજ્યમાં શુક્રવારે 60 વર્ષથી વધુ અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 11 હજાર 864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું અને અત્યાર સુધી એકપણ વ્યક્તિને આ રસીની આડઅસર થઈ નથી.
Continues below advertisement