Gujarat BJP : ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

Continues below advertisement

Gujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

પ્રદેશ ભાજપના નવા સંગઠનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના ચૂંટાયેલા સભ્ય મંડળ અને વોર્ડ પ્રમુખ નહીં બની શકે. એટલું જ નહીં 40 વર્ષની વ્યક્તિને જ મંડળ અથવા તો વોર્ડ પ્રમુખ બનાવી શકાશે. જો કે ખાસ કિસ્સામાં ચૂંટણી અધિકારી માટે 45 વર્ષ સુધીની છૂટ આપી શકાશે. બે વખત સક્રિય સભ્ય રહ્યા હશે તે જ મંડળ અને વોર્ડ પ્રમુખ બનવા માટે યોગ્ય રહેશે તો એક પરિવારમાંથી એક જ વ્યક્તિ વોર્ડ કે મંડળ પ્રમુખ બની શકશે. આજથી સમગ્ર રાજ્યમાં વોર્ડ અને પ્રમુખ માટેના દાવા સ્વીકારવામાં આવશે. દાવા મળ્યા બાદ ચૂંટણી અધિકારી ચૂંટણીની પ્રક્રિયા આગળ વધારશે.

ભારતીય જનતા પાર્ટીનું અત્યારે સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે અને તેની અંદર હવે ચૂંટણીની પ્રક્રિયાઓ શરૂ થઈ છે. આજથી બે દિવસ સુધી એટલે કે સાતમી અને આઠમી તારીખ સુધી વોર્ડ અને મંડળના પ્રમુખ બનવા ઈચ્છુક લોકો પાસેથી દાવા સ્વીકારવામાં આવશે. શહેર હોય કે જિલ્લો હોય તેના જે કાર્યાલય આવેલું છે. ભારતીય જનતા પાર્ટીનું કમલમ ત્યાં આગળ જે ચૂંટણી અધિકારીઓની નિમણૂક થઈ છે, એ નિમણૂક એ ચૂંટણી અધિકારી ત્યાં બેસશે અને જે વ્યક્તિ વોર્ડ અથવા તો મંડળ પ્રમુખ બનવા ઈચ્છુક છે તેમનો દાવો સ્વીકારશે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે વોર્ડ અને મંડળના પ્રમુખ બનવા માટેના છ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એ છ નિયમો પૈકી સૌથી મહત્વપૂર્ણ નિયમો એ છે કે જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યો હશે તે મંડળ કે વોર્ડના પ્રમુખ નહીં બની શકે. આ ઉપરાંત 40 ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વોર્ડ અને મંડળ પ્રમુખ 40 ઉંમરની વ્યક્તિ સુધીની જ વ્યક્તિ એ બની શકશે. એના માંથી ઉપરની વ્યક્તિ નહીં બની શકે. જો કે ખાસ કિસ્સાની અંદર જે ચૂંટણી અધિકારી છે એ 45 વર્ષ સુધીની છૂટછાટ આપી શકે છે. એક પરિવારમાંથી એક જ વ્યક્તિ વોર્ડ અથવા તો મંડળ પ્રમુખ બની શકશે અને તેમના લોહીના સંબંધ હશે તો જ આ નિયમ લાગુ પડશે. લોહીના સંબંધ નહીં હોય તો એ નિયમ લાગુ નહીં પડે. એ પ્રકારેના નિયમ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જે વ્યક્તિ બે વખત સક્રિય સભ્ય રહી ચૂકી હશે તે જ આ માટેનો દાવો કરી શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram