Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પર

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પર 

આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ  થઇ રહ્યો છે. 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ  પરીક્ષા આપી રહ્યાં છે. મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયા  વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે ગાંધીનગરની  સ્કૂલમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે  શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષા કેંદ્રમાં ફૂલ આપીને    પ્રવેશ કરાવાયો હતો.ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.કાલે ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે. જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે. આજે ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર છે. સમગ્ર પરીક્ષા માટે 80 હજારથી વધુ અધિકારી-કર્મચારીનો સ્ટાફ તૈનાત છે. ધોરણ 10માં 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓ  પરીક્ષા આપી રહ્યાં છે. તો બોર્ડની પરીક્ષા માટે વિવિધ જિલ્લાના કુલ 87 ઝોન છે.  બોર્ડ દ્વારા 68 ફ્લાઈંગ સ્ક્વોડ મુકાઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola