Gujarat By-election Results: કોંગ્રેસના કયા ઉમેદવારે મતગણતરી પૂરી થાય તે પહેલા જ સ્વીકારી હાર

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. અબડાસા બેઠક પર મતગણતરી પૂરી થાય તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ હાર સ્વીકારી લીધી છે. મતગણતરીની અધવચ્ચે હાર સ્વીકારી લીધી છે. તેમણે સ્વીકાર્યું હતું કે, આટલી લીડ કાપવી અશક્ય છે. મારી હારની શક્યતા વધારે છે.અબડાસા બેઠક પર 15 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારના પ્રદ્યુમનસિંહ જાડેજા 17,312 મતે આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહને 27,308 મત અને કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 12,213 મત મળ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola