Gujarat Bypolls: પેટાચૂંટણી માટે આજે સાંજે પ્રચાર પડઘમ થઇ જશે શાંત, જુઓ વીડિયો
પેટાચૂંટણીના છેલ્લી ઘડીના પ્રચારમાં નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે છેલ્લી ઘડીના પ્રચારમાં પૂરી તાકાત લગાવી છે. કરજણ બેઠકના પ્રભારી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાની આજે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. કંડારી, પોર,માંગલેજ, કુરાલી,સાધલી સેગવા, નારેશ્વર, વલણથી મૈયા ગામ સુધી આ રોડ-શો યોજાશે.... ત્રણ નવેમ્બરના યોજાનારી પેટાચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશ. સાંજે 5 વાગ્યા બાદ ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરસભા કરી શકશે નહીં. માત્ર ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર જ કરી શકશે.