રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં 1049 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોવિડ-19ના છેલ્લા 24 કલાકમાં 1049 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3773 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,409 એક્ટિવ કેસ છે, જ્યારે 1,66,468 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,478 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,82,719 પર પહોંચી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola