Gujarat Exit Poll 2024| ગુજરાતમાં બીજેપીના ગઢમાં પડશે ગાબડું, જાણો એક્ઝિટ પોલમાં શું થયો ખુલાસો

ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે એક્ઝિટ પોલ (Gujarat Exit Poll 2024 )ના આંકડા  જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થયું હતું. કુલ 56.23 ટકા મતદાન નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે, સુરતની એક બેઠક બીજેપી પહેલા જ જીતી ચુકી છે.

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ગુજરાતમાં NDAને 62 ટકા વોટ મળવાની સંભાવના છે, ઈન્ડિયા એલાયન્સને 35 ટકા વોટ અને અન્યને 3 ટકા વોટ મળવાની શક્યતા છે. તે જ સમયે, એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 0-1 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને 0 બેઠકો મળવાની શક્યતા છે. ABP અસ્મિતાના પોલમાં કૉંગ્રેસનું ગુજરાતમાં ખાતુ ખુલી શકે છે. ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે, જ્યારે કૉંગ્રેસને 1 બેઠક મળી શકે છે.  

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola