પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધનથી રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી.