Relief Package Gujarat: રાજ્ય સરકાર ટુંક સમયમાં ખેડૂતો માટે જાહેર કરશે પેકેજ, CMએ આપ્યા સંકેત
કમોસમી વરસાદથી ખેતી પાકનો થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે રાહત સહાય પેકેજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોશલ મીડિયા પર પોસ્ટ કરીને ખેડૂતોની પડખે ઉભા રહેવાની ખાતરી આપી. સાથે જ લખ્યું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. રાજ્યના મંત્રીઓેએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. પ્રશાસન તરફથી પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છુ. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે.