હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા સરકારની કવાયત, જુઓ વીડિયો
Continues below advertisement
ધોરણ 9થી 11માં સ્કૂલો શરૂ કરવાની સરકારની વિચારણાની વચ્ચે સ્કૂલોએ શિક્ષણ કાર્યની તૈયારી શરૂ કરી હતી. શહેરની અગ્રણી સ્કૂલોના સંચાલકોએ સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવાની તૈયારી દર્શાવી. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ સાથે સંકળાયેલી સ્કૂલોએ આ માટે તૈયારી દર્શાવી છે. શાળા સંચાલકોએ 9,10 તેમજ ધો 11,12નું શિક્ષણ કાર્ય અલગ અલગ શિફ્ટમાં રાખવા તૈયાર દર્શાવી હતી. કેટલાક શિક્ષક નિષ્ણાંતોએ ઓફલાઈન ઓન લાઈન શિક્ષણ એક સાથે શક્ય ન હોવાનો દાવો કર્યો હતો. ધો.10,12ના વર્ગો શરૂ કરવા વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળતા હવે શહેરની 50 સ્કૂલો સરકારની ગાઈડ લાઈન મુજબ પૂરતી તકેદારી સાથે ધો 9,11ના વર્ગો શરૂ કરવા તૈયાર છે.
Continues below advertisement