ડ્રેગન ફ્રૂટના નામકરણ બાદ કમલમ્ થયું વાયરલ, સોશિયલ મીડિયા પર આ રીતે ઉડી મજાક
Continues below advertisement
ગુજરાતમાં હવે ડ્રેગન ફ્રૂટની ઓળખ થશે કમલમ્ તરીકે. જી હાં, આ નામ ખુદ ગુજરાત સરકારે નક્કી કર્યું. એટલું નહીં પણ નવા નામની પેટન્ટ માટે અરજી પણ કરી છે. જેથી ભવિષ્યમાં ડ્રેગન ફ્રૂટને કમલમનું સત્તાવાર નામ મળી શકે.આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે..પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે..તેથી હવેથી આ ફ્રુટને કમલમ્ નામ આપવાની જાહેરાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી. ખરા અર્થમાં જોઇએ તો આ રીતે રૂપાણી સરકારે ચીન પર વાર કર્યો છે.ચીની એપ બાદ હવે રૂપાણી સરકારે ચીનના બીજા નામ ડ્રેગન પર વાર કરતા ડ્રેગન ફળનું નામ બદલીની કમલમ્ કરી દીધું છે. વિજય રૂપાણી દ્રારા આ નામકરણ બાદ ડ્રેગન ફ્રૂટ અને કમલમ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયું
Continues below advertisement