OBC Commission | કાયમી OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો, માંગ્યો ખુલાસો

Continues below advertisement

OBC Commission | રાજ્યમાં કાયમી ઓબીસી કમિશન નહીં હોવાનો વિવાદ. આ મામલે હાઈકોર્ટની સરકારને ફટકાર. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાયમી ઓબીસી કમિશન નહીં હોવા અંગે સરકારને ફટકાર લગાવી છે. એક સભ્ય પર ચાલતા કમિશન બુદે સરકારનો ઉધરો લીધો છે. કોર્ટે સરકારને બે સભ્યોની નિમણૂક કેમ નથી આપી તે અંગે યોગ્ય ખુલાસો ન કરવા બદલ નારાજગી દર્શાવી છે. 

હાઈકોર્ટે ચીફ સેક્રેટરી પાસે બે અઠવાડિયાની અંદર ખુલાસો માંગ્યો છે. કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે. આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ યોજાશે. કોર્ટે સરકારને બે સભ્યોની નિમણૂક કેમ નથી આપી તે અંગે યોગ્ય ખુલાસો ન આપવા બદલ નારાજગી દર્શાવી હતી. સરકારે ગોળગોળ અને ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી હતી, જેનાથી કોર્ટ ખૂબ જ ખફા થઈ ગઈ હતી. કોર્ટે સરકારને આટલા મહિના સુધી કમિશનની રચના કેમ નથી કરી રહી તે અંગે ઉગ્ર રીતે જાટકી કાઢી હતી. 

સરકારે 2024 ના ફેબ્રુઆરીમાં સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની અને બીજી એપીડેવી રજૂ કરી હતી, જે હકીકતમાં કોર્ટને ખાતરી આપવાની હતી. કોર્ટે સરકારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram