Kapadvanj News | કપડવંજના અલગવા ગામે 2 કિશોર તણાયા, એકની લાશ મળી
Continues below advertisement
કપડવંજ તાલુકાના અલવા ગામે બે યુવક પાણીમાં તણાયાનો મામલો. ફાયર ની ટીમ દ્વારા પાણીમાં શોધખોળ કરતા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. અન્ય એક યુવકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે . ઘટનાને ધ્યાને રાખી કપડવંજ ધારાસભ્ય પહોંચ્યા સ્થળ ઉપર . કપડવંજના યુવા ધારાસભ્ય રાજેશ ઝાલાએ મૃતકના પરિવારજનોને આપી સાંત્વના.
ખેડાથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. કપડવંજના અલવા ગામમાં બે કિશોર ધસમસતા પાણીમાં તણાયા છે. આ ઘટના દરમિયાન, બંને કિશોરો ધસમસતા પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ તણાયા. ફાયર વિભાગ, પોલીસ અને મામલતદાર સ્થળ પર પહોંચ્યા છે અને બંને કિશોરોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. જુઓ કેવી રીતે બની સંપૂર્ણ ઘટના....
Continues below advertisement