Gujarat HeatWave | રાજ્યભરના આટલા વિસ્તારોમાં લોકોને નહીં મળે ગરમીથી રાહત.. ક્યાં અપાયું કયું એલર્ટ?

Continues below advertisement

Gujarat HeatWave | હજુ ત્રણ દિવસ ગુજરાતમાં અગનવર્ષા વરસાવતી ગરમી યથાવત રહેશે.. રાજ્યના મોટા ભાગના શહેરોમાં 45 ડિગ્રીનું ટોર્ચર જોવા મળી રહ્યું છે....આજે પણ આખાય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે... આજે મધ્યગુજરાત અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે... આજે પણ ગરમીના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે.... ગઈકાલે પણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા...

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. 46.7 ડિગ્રી તાપમાનમાં આખુ અમદાવાદ શેકાયું છે. 46.7 ડિગ્રી સાથે અમદાવાદ દેશનું 7મું ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 8 દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી ઊંચકાયો હતો. તો રાત્રે 8 વાગ્યે પણ અમદાવાદમાં નોંધાઈ 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ગરમીએ અમદાવાદમાં 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં તાપમાન 47.7 ડિગ્રી નોંધાયું. સવારથી અમદાવાદમાં ગરમ પવન ફૂંકાતા લોકો પરેશાન થયા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram