Ahmedabad Heat Stroke| ગરમીના કારણે હીટસ્ટ્રોકના કેસ વધ્યા, ચાર જ દિવસમાં અસારવા સિવિલમાં 41 કેસ
Continues below advertisement
Ahmedabad Heat Stroke Case| અસહ્ય ગરમીના કારણે અમદાવાદ શહેરમાં હીટ સ્ટ્રોકના કેસમાં ભારે વધારો થયો છે... ચાર જ દિવસમાં અસારવા સિવિલમાં હીટ સ્ટ્રોકના 41 જેટલા કેસ નોંધાયા છે... આટલું જ નહીં ગરમીના કારણે 108ના ઈમર્જન્સી કોલમાં પણ ભારે વધારો થયો છે... અસહ્ય ઉકળાટને કારણે લોકોને હીટ સ્ટ્રોક થઈ રહ્યો છે જેને લઈને શહેરના દવાખાનાઓમાં પણ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે.. ત્યારે પ્રશાસન દ્વારા પણ લોકોને સતર્કતા રાખવાનું કહેવામાં આવી રહ્યું છે.... ડોક્ટરે સલાહ આપતા કહ્યું કે, 12થી 4ના સમય વચ્ચે જો તમે બહાર નીકળવાનું વિચારતા હોવ તો ટાળજો અને જો ખુબ જ જરૂરી હોય તો બહાર નીકળતી વખતે માથે વ્હાઈટ અમ્પાયર વાળી કેપ પહેરીને ફરવું ગરમીથી બચાવશે...
Continues below advertisement