ગુજરાતનાં 29 શહેરોમાં દિવસ દરમિયાન પણ રેસ્ટોરન્ટ-હોટલો બંધ રહેશે, ઉદ્યોગો સિવાયની તમામ વેપારી પ્રવૃત્તિઓ બંધ રહેશે..........
ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાત સરકારે રાજ્યના વધુ શહેરમાં રાત્રી કર્ફ્યુ લગાવ્યું છે. 20ની જગ્યાએ હવે 29 શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.