Coronavirus: રાજ્યમાં કોરોના બેકાબૂ, સતત ત્રીજા દિવસે નોંધાયા 2200થી વધુ કેસ
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ત્રીજા દિવસે 2200થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. જ્યારે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે.
Continues below advertisement