GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગે આ ભરતી કરી રદ્દ

Continues below advertisement

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ ૧ (જા.ક્ર. ૭૪/૨૦૨૪ ૨૫)ની ભરતી રદ કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ ૧ જગ્યા માટે ૧૪/૧૧/૨૦૨૪ થી ૩૦/૧૧/૨૦૨૪ દરમિયાન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૦૬/૧૨/૨૦૨૪ના પત્ર ક્રમાંક: gad/0166/12/2024થી જણાવ્યા અનુસાર, આ જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Drive) હેઠળ ભરવાની હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા ખાસ ભરતી ઝુંબેશ હેઠળ આ જગ્યાનું નવેસરથી માંગણીપત્રક મળ્યા પછી નવી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ ગુજરાત જાહેર સેવા આયોગે જણાવ્યું હતું કે, વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram