Gujarat Rain Forecast : દિવાળી બાદ મેઘરાજાની સટાસટી, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Continues below advertisement

રાજ્યમાં આજથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લીધે રાજ્યમાં આગામી ચારથી છ દિવસ સુધી વરસાદ વરસી શકે છે.. આ સિસ્ટમની સીધી અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.. જેનાથી પવનની ઝડપ પણ વધી શકે છે.. દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.. આજે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તો આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. કચ્છ સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગરમાં પણ કાલે વરસાદનું યલો એલર્ટ અપાયું છે.. તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કાલે ભારે વરસાદ વરસી શકે છે.. તો અમદાવાદ અને ગાંધીનગર માટે પણ હવામાન વિભાગે કાલ માટે યલો એલર્ટ આપ્યું છે.. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહીસાગરમાં કાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ કાલે ભારે વરસાદ વરસી શકે છે.. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.. તો તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola