Gujarat Rain Data: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

Continues below advertisement

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 21 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જે પૈકી નવ તાલુકા તો એવા રહ્યા જ્યાં બેથી પોણા આઠ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મહુવામાં 7.68 ઈંચ, સિહોર 5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, તો, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની  સ્થિતિ જોવા મળી હતી.

ગઈકાલ સવારથી આજ સુધીમાં ગીર સોમનાથના, ઉના અને સુત્રાપાડામાં 3.94 અને 3.11 ઈંચ વરસાદ, કોડીનારમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો, જ્યારે અમરેલીના જાફરાબાદમાં 3.74, રાજુલામાં 3.03, સાવરકુંડલામાં 2.05, ખાભામાં 1.25 ઈંચ વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા, તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદમાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola