Gujarat Rain Forecast | ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Continues below advertisement

Gujarat Rain Forecast | ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આસો મહિનામાં પણ રાજ્યમાં અષાઢી માહોલ યથાવત રહ્યો છે. આજે પણ રાજ્યના 12 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહેસાણા જિલ્લાના છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા, એવા સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. 

આ તરફ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ, સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ બન્યું છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram