Air India Flight Bomb Threat | મુંંબઈથી ન્યૂયોર્ક જતા વિમાનમાં બોમ્બની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ
Continues below advertisement
Air India Flight Bomb Threat | મુંંબઈથી ન્યૂયોર્ક જતા વિમાનમાં બોમ્બની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ
એર ઇન્ડિયાની ફ્લાઇટસમાં બોંબની ધમકી મળતા તેને દિલ્લીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ પ્લેન મુંબઈથી ન્યુયોર્ક જઈ રહ્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટને સોમવારે (14 ઓક્ટોબર 2024)ના રોજ ટેકઓફ કર્યાના થોડા સમય બાદ દિલ્હીમાં ઉતરવું પડ્યું હતું. આ ફ્લાઈટ AI119 ને વિશેષ સુરક્ષા ચેતવણી મળતા પ્લેન બોંબથી ઉડાવાની ધમકી મળી હતી. અને સરકારની સુરક્ષા નિયમનકારી સમિતિના નિર્દેશો પર, તેને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, તમામ મુસાફરો દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે. જોકે, ફ્લાઇટમાંથી હજુ સુધી કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાના અહેવાલો છે.
Continues below advertisement