ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય તલોદમાં સવા પાંચ ઇચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠામાં વરસાદ શરૂ થયો હતો હિંમતનગર, તલોદ, પ્રાંતિજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં ચાર ઈંચ, હિંમતનગરમાં ચાર ઈંચ, ઈડરમાં સવા બે ઈંચ, પોશિનામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય છેલ્લા 24 કલાકમાં માણસામાં સાડા ચાર, પ્રાંતિજમાં ચાર ઈંચ, રાધનપુરમાં ચાર ઈંચ, હિંમતનગરમાં ચાર ઈંચ, મહેસાણામાં સાડા ત્રણ ઈંચ, ડીસામાં સાડા ત્રણ ઈંચ, આણંદમાં સવા ત્રણ ઈંચ, પાલનપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
Gujarat Rain News | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?