Gujarat Rain | સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓને વરસાદે આવતા વેત જ ઘમરોળી નાંખ્યા, જુઓ વીડિયોમાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે આ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે અમરેલીના વડિયા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો.
હાલ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આજે અમરેલીના વડિયા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. સવારના ભારે ઉકળાટ બાદ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વડીયા અને ખાખરીયા સહિત આજુનાજુના પંથકમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના લાપાળિયા, મોટા ગોરખવાળા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. વાવણી બાદ થયેલ વરસાદને લીધે ખેડૂતોને પણ રાહત થઈ છે.