Gujarat Rain Updates | ગુજરાતમાં અત્યાર સુધીનો કેટલા ટકા ખાબક્યો વરસાદ?, જુઓ વીડિયોમાં
Continues below advertisement
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના અધિકૃત આગમનને આગામી 14મી જુલાઈના એક મહિનો પૂરો થશે. એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઈંચ સાથે સિઝનનો 28 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઇ સુધી 21.34 ઈંચ સાથે સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં જૂનમાં 4.52 ઈંચ જ્યારે 12મી જુલાઈ સુધી 4.62 ઈંચ વરસાદ વરસ્યો છે. 166 તાલુકામાં હજુ 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ વર્ષ 2023માં 12મી જુલાઈ સુધીમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા માત્ર 57 તાલુકા હતા. ગતવર્ષે 63 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે.
Continues below advertisement