Gujarat Rain Yellow Alert : આજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં અપાયું વરસાદનું એલર્ટ? | Watch Video
રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળે પર ભારે વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા આસોમાં અષાઢી માહોલ જામ્યો છે. શનિવારે અમદાવાદમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલડી, ઉસ્માનપુરામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો તો વાસણા, બોડકદેવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી થઇ ગયા હતા.